વ્હાલી દીકરી યોજના | Vahli Dikari Yojana Gujarat – દીકરીઓ માટેની શ્રેષ્ઠ સરકારી યોજનાઓમાંની એક

શું તમે વ્હાલી દીકરી યોજના નું ફોર્મ ભરવા માંગો છો? અહીં અમે તમને આ લેખ દ્વારા વહાલી દીકરી યોજના 

Advertisement
ની સંપૂર્ણ માહીતી આપીશુ. આ યોજના નો મુખ્ય હેતુ દીકરી ની હત્યા અટકાવવા નો છે. તે માટે ગુજરાત સરકાર જન્મતી દીકરી ના માતા-પિતા ને 1 લાખ 10 હાજર ની આર્થિક સહાય કરે છે. હવે અમે તમને વ્હાલી દીકરી યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

વ્હાલી દીકરી યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

વ્હાલી દીકરી યોજના એ દીકરીની ભૃણ હત્યા થતી અટકાવવા તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એટલે ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ 2019 ના રોજ એક નવી યોજના ચાલુ કરવામાં આવી.

ગુજરાત સરકારમાં અલગ અલગ વિભાગોમાં અલગ-અલગ ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે.  તેમાં પણ Women and child development department of Gujarat દ્વારા બાળકો અને મહિલાઓના વિકાસ માટે અને કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. B આવી ઘણા પ્રકારની યોજનાઓ છે. 181 અભયમ યોજનામહિલા સ્વાવલંબન યોજનાસિલાઈ મશીન યોજનાવિધવા પુનર્લગ્ન યોજના આવા કેટકેટલાય પ્રકારની યોજનાઓ થકી મહિલાઓ અને બાળકો પોતાનો વિકાસ કરી શકે છે અને આ સમાજમાં માનભેર જીવન જીવી શકે છે. પરંતુ તે તમામ યોજનાઓ પૈકી હાલી દીકરી યોજના ગુજરાતની દીકરીઓ માટેની શ્રેષ્ઠ યોજનાઓમાંની એક છેપણ હજુ સુધી આપણા રાજ્યની મહિલાઓને ઘણી બધી પ્રકારની યોજનાઓ ની માહિતી છે નહીં તો અમો દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યું છે કે આ યોજના આપને જણાવવામાં આવે ને આપ આ યોજનાનો સંપૂર્ણપણે લાભ લઇ શકો.

વ્હાલી દીકરી યોજના માં દીકરીના માતા પિતા ને કુલ 1 લાખ 10 હાજર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.આ રકમ ત્રણ હપ્તા માં ચૂકવવામાં આવે છે. જે આ મુજબ છે.

પ્રથમ હપ્તો દીકરી જયારે 1 ઘોરણ માં પ્રવેશ મેળવે ત્યરે 4 હજાર રૂપિયા, બીજો હપ્તો દીકરી જયારે માધ્યમિક શાળાના ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યરે 6 હજાર રૂપિયા તેમજ ત્રીજો હપ્તો દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે 1 લાખ રૂપિયા એમ ટોટલ Rs. 1,10,000 ની આર્થિક સહાય મળશે.

યોજનાનું નામ વ્હાલી દીકરી યોજના
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારવું, શિક્ષણનો વ્યાપ વધારવો, સ્ત્રીઓના બાળલગ્નો અટકાવવા વગેરે
લાભાર્થી તા-02/08/2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ
સહાયની રકમ કુલ ત્રણ હપ્તામાં 1,10,000 (એક લાખ દસ હજાર) ની સહાય
અધિકૃત વેબસાઈટ wcd.gujarat.gov.in
અરજી પ્રક્રિયા નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO(સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી)ની કચેરીએ જમા કરાવવું
અરજી કરવાની સમય મર્યાદા દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં

 

Agenda of Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના

 • દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
 • દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
 • દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
 • બાળલગ્ન અટકાવવા.

Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

કોઈ પણ જાત ના ભે ભાવ રાખ્યા વગર દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજના યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

અસાધારણ કેસોમાં, જો બીજી / ત્રીજી ડિલીવરી દરમિયાન કુટુંબમાં એક કરતા વધુ દીકરીઓનો જન્મ થાય છે અને દંપતીને ત્રણ કરતા વધારે દીકરીઓ હોય તો બધી દીકરીઓ આ વ્હાલી દીકરી યોજના ના લાભ માટે પાત્ર બનશે.

 1. તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 2. એક દંપતિની વધુમાં વધુ બે દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 3. દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 4. પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 5. પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
 6. દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.

 • દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
 • દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
 • પિતાનો આવકનો દાખલો
 • માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
 • માતા-પિતાના આધાર કાર્ડ
 • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
 • માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
 • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
 • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)

 • આ યોજના માટે તા-02/08/2019 બાદ જન્મેલ દીકરીઓને જ લાભ મળશે.
 • તેમજ દીકરી જન્મયા પછી 18 માસ ની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે.

● વ્હાલી દીકરી યોજના માટે નું અરજી ફોર્મ : Click Here

● આ યોજના માટે નું એફિડેવિટ ફોર્મ : Click Here

079-232-57942

Leave a Comment